કોફી હાઉસ: સ્મરણ

0 comments
કોફી હાઉસ: સ્મરણ

સ્મરણ

0 comments
તને જોયાને
કેટ કેટલા વરસ  વહી ગયા
તારું સ્મણ થાય છે ત્યારે
તારા ચહેરાની આછી પાતળી  રેખાઓને
દોરુ છું
ત્યારે થાય છે તારા હાથ વડે તું
મને કેમ જકડી નથી રાખતી ?
પરંતુ મને એવુ લાગે
એ રેખાઓ માં
આજે હુ કેમ અટ વાતો હોય
એમ લાગે ?

ઝાકળ

1 comments
ઝાકળ કાય


પાણી નથી


એતો


રાતે ચમક્તા તારા


એક બીજાને નથી


મળી શક્તા તેના આસુ છે !

હાઈકુ

0 comments
નળે પડતું
પાણી ટીંપુ,ચકલી
પીય ઊડી ગૈ.
* * *
તોરણ ઝૂલે
ગૂથેલા લાભ-શુભ
વેરવિખેર
* * *
પુળે સુતેલ
લીલાસ નીતરી ગૈ
લીલા ખેતરે
* * *

અંધારુ

0 comments
હવે
કઈજ નોતુ દેખાતુ
કદાચ તેને ઘેરી વળ્યુ હશે !
તે એકલો હતો...
હા...એકલો..!
તે એકલોતો શુ કરી શકે ?
અને તેને ઘેરી વળ્યુ તે કેટલુ મોટુ હતુ...!
તેનુ શુ થશે...?
સહેજ પ્રકાશ થયો
તેમા દેખાયુ...
તે પડદો હલી રહ્યો હતો
અંધારાને હડસેલીને...!